પ્રધાનમંત્રી દ્વારા આસામમાં મિથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

  • પ્રધાનમંત્રી દ્વારા આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL) દ્વારા ડિબ્રુગઢમાં નમરૂપ ખાતે 500 ટન પ્રતિ દિવસ (TPD) ક્ષમતા ધરાવતા મિથેનોલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનું રૂ.1709 કરોડના રોકાણ સાથે નિર્માણ કરવામાં આવ્યુ છે.
  • આસામ સરકાર પાસે પ્લાન્ટમાં 51 ટકા અને ઓઈલ ઈન્ડિયા પાસે 49 ટકા હિસ્સો છે. 
  • આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL) અન્ય રાજ્યોમાં મિથેનોલનું વેચાણ તેમજ પડોશી દેશોમાં નિકાસ કરી શકશે.
  • આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા 18મી સદીમાં શિવસાગરમાં અહોમ રાજા પ્રમત સિંહ દ્વારા બનાવવામાં આવેલા 'રંગ ઘર'ના રૂ. 124 કરોડના બ્યુટીફિકેશન વર્કની શરૂઆતને બહાલી, બ્રહ્મપુત્રા નદી પર પલાસબારી-સુલકુચી પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો જે 3,200 કરોડના ખર્ચે આગામી ત્રણ-ચાર વર્ષમાં તેનું નિર્માણ કરવામાં આવશે.
  • આ સાથે રાણીનગર જલપાઈગુડી-ગુવાહાટી વિભાગનું વીજળીકરણ;  સેંચોઆ-સિલઘાટ ટાઉન અને સેંચોઆ-મરાબારી વિભાગનું વીજળીકરણ પણ શરૂ કરવામાં આવ્યું જેમાં કુલ ખર્ચ 7,300 કરોડ લાગશે.
  • આ પ્રસંગે આસામમાં એક જ જગ્યાએ 11,000થી વધુ નર્તકો/ડ્રમર્સ સાથે બિહું નૃત્ય કરવામાં આવ્યુ.જે આસામના બિહુ નૃત્યને વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક ઓળખ અને આસામી લોકોના જીવનને મેસ્કોટ તરીકે દર્શાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવ્યું હતું.
PM Modi launches railway projects, methanol plant in Assam

Post a Comment

Previous Post Next Post