- તે વિશ્વના 8 દેશોનું સંગઠન છે, જેની શરૂઆત 15 જૂન 2001ના રોજ થઈ હતી જેમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
- વર્ષ 2016 પહેલા તેમાં ભારત અને પાકિસ્તાન સિવાય 6 દેશો સામેલ હતા, જે 24 જૂન, 2016ના રોજ આ ગ્રુપમાં સામેલ થયા હતા.
- આ સંગઠન દેશોની રાજનીતિ, અર્થતંત્ર, વિકાસ અને સૈન્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને તેના ઉકેલ માટે વ્યૂહરચના બનાવે છે.
- સંગઠનનો ધ્યેય આતંકવાદને રોકવા, વેપાર અને અર્થતંત્ર વધારવા માટે જરૂરી મુદ્દાઓની ચર્ચા કરવાનો છે.
- જો કે કોઈપણ નિર્ણય લેતા સંસ્થાના તમામ સભ્ય દેશોની મંજૂરી લેવી જરૂરી છે.
- આ સિવાય આ સંસ્થા સભ્ય દેશો વચ્ચે વ્યાપાર સાથે ટેકનોલોજી, સંસ્કૃતિ અને સંશોધન માટે પણ કાર્ય કરે છે.
- સમિટનું આયોજન દર વર્ષે 8 સભ્ય દેશોમાંથી એક દેશોમાં કરવામાં આવે છે. ગયા વર્ષે સમિટ ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી.આગામી કાર્યક્રમ કયા દેશમાં યોજાશે, તે સમિટ દરમિયાન નક્કી કરવામાં આવે છે.