- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગયા વર્ષે ફરજ દરમિયાન જીવ ગુમાવનારા ત્રણ ભારતીય સૈનિકોને ડૈગ હૈમરસ્કૉલ્ડ મેડલ અપાયા છે.
- આ ત્રણ સૈનિકોમાં શિશુપાલ સિંહ, શાબર તાહેર અલી અને સનવાલા રામ બિશ્નોઇનો સમાવેશ થાય છે જેઓ સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશન અંતર્ગત ઇરાકમાં તૈનાત હતા.
- ભારત હાલ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપનામાં ત્રીજો સૌથી મોટો યોગદાન આપનાર દેશ છે.
- આ મિશનમાં ભારતના 6,000થી વધુ સૈનિક અને પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
- ડૈગ હૈમરસ્કોલ્ડ મેડલની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી જે શાંતિ અભિયાનોમાં મૃત્યું પામેલા સૈનિકોને અપાય છે.
- આ મેડલનું નામ સંયુક્ત રાષ્ટ્રના બીજા મહાસચિવના નામ પરથી રખાયું છે જેનું મૃત્યું વર્ષ 1961માં રહસ્યમય રીતે એક વિમાન દુર્ઘટનામાં થયું હતું.