- આ રેસ વિશ્વની સૌથી મુશ્કેલ સ્પર્ધાઓમાંથી એક ગણવામાં આવે છે જેમાં રોજ 12-12 કલાકના તબક્કામાં આપેલા ટાસ્ક પૂર્ણ કરવાના હોય છે.
- આ રેસમાં પ્રથમ દિવસે 10 કિ.મી. દરિયામાં સ્વિમિંગ અને 140 કિ.મી. સાયક્લિંગ, બીજા દિવસે 281.1 કિ.મી. સાયક્લિંગ તેમજ છેલ્લા દિવસે 84.3 કિ.મી. દોડ પૂર્ણ કરવાની હોય છે.
- ઇંગિત આનંદે ત્રણેય દિવસના ટાસ્ક 29 કલાક 52 મિનિટમાં પૂર્ણ કર્યા હતા.
- તે આ રેસ સૌથી ઝડપે પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય પણ બન્યો છે.