- આ પરિષદો નવા જિલ્લાઓ અનુગોલ, બાલાંગિર, બાલસ્વર, બારગઢ, બૌધ, દેવગઢ, ઢેંકનાલ, ગંજમ, જાજપુર, ઝારસુગુડા, કાલાહાંડી, નુઆપાડા, નયાગઢ અને સંબલપુરને ધ્યાને લઈને રચવામાં આવશે.
- આ નવી પરિષદોની રચના બાદ વિશેષ વિકાસ પરિષદોની સંખ્યા 9થી વધીને 23 થઈ જશે.
- ઓડિશાના વિવિધ જિલ્લાઓમાં આદિવાસી સંસ્કૃતિ અને તમામ આદિવાસી જૂથોની આગવી ઓળખની જાળવણી અને પ્રચાર માટે,અગાઉ ઓડિશાના 9 જિલ્લાના 117 બ્લોકમાં 64 લાખ લોકો વિશેષ વિકાસ પરિષદમાં સામેલ હતા અને હવે તેને 23 જિલ્લાના 172 બ્લોકમાં લાગુ કરવામાં આવશે.