- તેઓ Pa Dawa તરીકે પણ ઓળખવામાં આવે છે.
- તેઓએ હંગેરિયન ક્લાઇમ્બરની સાથે આ સિદ્ધિ મેળવી.
- તેઓએ અગાઉ 25 વખત એવરેસ્ટ સર કર્યું જેમાં 2022માં બે ચડાઈનો સમાવેશ થાય છે.
- તેઓએ વર્ષ 1998થી આ અભિયાનની શરૂઆત કરી હતી.
- માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જે હિમાલયની મહાલંગુર હિમલ પેટા શ્રેણીમાં સ્થિત છે.
- ચીન-નેપાળ સરહદ તેના શિખર બિંદુથી પસાર થાય છે.
- તેની ઊંચાઈ 8,848.86 મીટર (29,031.69 ફૂટ)ની છે.
- માઉન્ટ એવરેસ્ટનું નામ ભારતના ભૂતપૂર્વ સર્વેયર જનરલ જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે.
- પર્વતનું તિબેટીયન નામ ચોમોલુંગમા છે, જેનો અર્થ થાય છે "વિશ્વની માતા દેવી." પર્વતનું નેપાળી નામ "સાગરમાથા"છે, જેનો અર્થ "સ્વર્ગનું શિખર" થાય છે.
- એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા વર્ષ 1953માં પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં આવ્યું હતું.