- 6ઠ્ઠી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ (IOC) ઢાકામાં 12-13 મે વચ્ચે આયોજિત થશે.
- બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વારા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
- આ બેઠકમાં હિંદ મહાસાગર ક્ષેત્રના દેશો વચ્ચે સહકારને મજબૂત કરવાના પાસાઓ પર ચર્ચા થશે.
- કોન્ફરન્સની 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વિદેશ મંત્રાલય, બાંગ્લાદેશ અને એસ. રાજરત્નમ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
- આ કોન્ફરન્સ મહત્ત્વના રાજ્યો અને પ્રદેશના મુખ્ય દરિયાઈ ભાગીદારોને એક સામાન્ય મંચ પર લાવવાના પ્રયાસના ભાગ રૂપે યોજવામાં આવે છે. જેમાં ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ માટે પ્રાદેશિક સહકારની સંભાવનાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવે છે.