- તેણીને આ પદના શપથ સંઘ લોક સેવા આયોગ (UPSC) ના અધ્યક્ષ ડૉ. મનોજ સોનીએ લેવડાવ્યા હતા.
- હાલ સુમન શર્મા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ના નિદેશક તરીકે કાર્યરત હતા.
- તેણીના કાર્યકાળ દરમિયાન આ સંસ્થાને 'મિનિ રત્ન' નો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
- UPSC માં ચેરમેન સિવાય કુલ 6 સભ્યો છે જે વધુમાં વધું 10 સુધી હોઇ શકે છે.
- UPSC ના પ્રથમ ચેરમેન સર રોઝ બાર્કર હતા જેઓએ વર્ષ 1926 થી 1932 સુધી આ પદ સંભાળ્યું હતું.
- UPSCના આઝાદ ભારતના પ્રથમ ચેરમેન એચ. કે. કૃપલાની હતા જેઓ વર્ષ 1947 થી 1949 સુધી આ પદ પર રહ્યા હતા.