- આ માટે સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેમાં નાગરિકો સવાલોના જવાબ આપી સ્વગણના કરી શકશે.
- આ પ્રકારના પોર્ટલ / એપ પર જિયોફેન્સિંગ અને જિયો રેફરન્સિંગનો ઉપયોગ કરીને ડેટા લેવામાં આવશે.
- આ National Population Register (NPR) આં મતદારની નોંધણી, આધાર નંબર, પાસપોર્ટ, રેશનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સને પણ જોડવામાં આવશે જેથી તેના આધાર પર જ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશિપ (NRC) પણ તૈયાર થઇ શકે.
- દેશમાં પ્રથમ NPR 2011ની વસ્તીગણતરી પૂર્વે વર્ષ 2010માં તૈયાર કરાયું હતું જેને વર્ષ 2015માં અપડેટ કરાયું હતું.
- વર્ષ 2021ની વસ્તી ગણતરી કોરોના મહામારીને લીધે સ્થગિત કરવામાં આવી હતી.