ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનના અકસ્માતમાં 280 લોકોના મૃત્યુ!

  • આ અકસ્માત હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડી વચ્ચે થયો હતો જેમાં 280 લોકોના મૃત્યું તેમજ 900થી વધુ લોકો ઘાયલ થયા છે. 
  • હાલ રેલવે વિભાગ દ્વારા આ અકસ્માતનું કારણ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ અપાયું છે. 
  • રેલ્વેના ઇતિહાસમાં ટ્રેન એકબીજા સાથે અથડાઇ હોય તેવો આ ચોથો કિસ્સો છે. 
  • અગાઉ જાન્યુઆરી, 1982, મે 1995 અને ડિસેમ્બર, 2004માં આ પ્રકારના બનાવ બની ચૂક્યા છે જેમાં અનુક્રમે 50, 52 અને 39 લોકોના મૃત્યું થયા હતા. 
  • અગાઉ જ્યારે મોટી રેલ દૂર્ઘટના થઇ હોય ત્યારે રેલ મંત્રીએ નૈતિકતાના આધાર પર પોતાના પદ પરથી રાજીનામું પણ આપેલ છે જેમાં વર્ષ 1956માં લાલબહાદુર શાસ્ત્રી, 1999માં નિતિશ કુમાર, વર્ષ 2000માં મમતા બેનરજી તેમજ વર્ષ 2017માં સુરેશ પ્રભુનો સમાવેશ થાય છે, જો કે સુરેશ પ્રભુનું રાજીનામું સ્વીકારાયું ન હતું. 
  • ઉલ્લેખનીય છે કે બે ટ્રેન વચ્ચેની ટક્કર રોકવા માટે કેન્દ્ર સરકારે 'કવચ' યોજના શરુ કરવા માટે વર્ષ 2022ના કેન્દ્રીય બજેટમાં જોગવાઇ કરી હતી જેના અંતર્ગત વર્ષ 2023ના અંત સુધીમાં લગભગ 2,000 કિ.મી. રેલ નેટવર્કને આવરી લેવાનું લક્ષ્ય છે. 
  • કવચ યોજના એ ભારતની પોતાની Automatic Protection System છે જેને વર્ષ 2012માં Train Collision Avoidance System (TCAS) નામ હેઠળ બનાવવામાં આવી હતી. 
  • જ્યારે કોઇ બે ટ્રેન 5 કિ.મી. થી વધુ નજીક આવે ત્યારે આ સિસ્ટમ એક્ટિવેટ થાય છે.
Odisha Balasore Train Accident

Post a Comment

Previous Post Next Post