કર્ણાટક સરકાર દ્વારા 'ગૃહ જ્યોતિ યોજના' અમલમાં મુકવામાં આવી.

  • જે અંતર્ગત જાહેરાત કરવામાં આવી એવરેજ કરતાં ઓછા વીજ એકમોનો વપરાશ કરતા તમામ ગ્રાહકોને શૂન્ય વીજળી બિલ રહેશે જેની પાત્રતા વર્ષ 2022-23 આધારે નક્કી કરવામાં આવશે. 
  • આ મુજબ સરેરાશ કરતાં વધુ વપરાશ કરનારાઓને તફાવત તરીકે નેટ બિલ મળશે. 
  • 200 યુનિટની મર્યાદા વટાવનારાઓએ આખું બિલ ચૂકવવું પડશે. 
  • યોજના મુજબ જો કોઈ ગ્રાહક જેની સરેરાશ મર્યાદા 100 યુનિટ છે, તે મહિનામાં લગભગ 150 યુનિટ પાવર વાપરે છે, તો તેણે વધારાના 50 યુનિટ માટે તેમનું બિલ ચૂકવવું પડશે.  આમ, મીટર રીડિંગની પ્રક્રિયા દર મહિને ચાલુ રહેશે.
  • ઉપરાંત કર્ણાટકમાં હાલમાં કાર્યરત ભાગ્ય જ્યોતિ, કુટેરા જ્યોતિ અને અમૃત જ્યોતિ યોજનાઓને ગૃહ જ્યોતિ યોજના સાથે મર્જ કરવામાં આવશે.
  • આ યોજના માટે લાયકાત ધરાવતા લોકોને 30 જૂન સુધીની બાકી રકમ ત્રણ મહિનાની અંદર ચૂકવવાની રહેશે.
  • આ યોજના માત્ર ઘરગથ્થુ જોડાણો માટે છે જેમાં લાભાર્થી માત્ર એક જોડાણ માટે લાભોનો દાવો કરી શકશે.
karnataka gruha jyothi yojana 2023

Post a Comment

Previous Post Next Post