- ગોવા ક્રાંતિ દિવસ નિમિત્તે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે આ ચાલ હાથ ધરવામાં આવી હતી.
- 37મી નેશનલ ગેમ્સ ઓક્ટોબર 2023માં ગોવામાં યોજાનાર છે.
- આ ગેમ્સનો માસ્કોટ 'MOGA'નું અનાવરણ કરવામાં આવ્યું જે ગોવાની અલગ ઓળખનું પ્રતિનિધિત્વ કરતા બાઇસન, રમતો અને રાજ્યના વારસા વચ્ચેના જોડાણને દર્શાવે છે.
- 35મી નેશનલ ગેમ્સ વર્ષ 2015માં કેરળમાં યોજાઈ હતી.
- ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં ગોવા 36મી આવૃત્તિનું આયોજન કરવાનું હતું પરંતુ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં રાજ્યની અસમર્થતાને કારણે ગોવામાં આ ગેમ્સનું આયોજન રદ કરવામાં આવ્યું હતું.
- 36મી નેશનલ ગેમ્સનું આયોજન વર્ષ 2022માં ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું.
- નેશનલ ગેમ્સની શરૂઆત વર્ષ 1924માં થઈ હતી જેમાં તેનું આયોજન લાહોર ( હાલના પાકિસ્તાન) ખાતે કરવામાં આવ્યું હતું.