- વર્ષ 1911માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જન્મેલા તેઓએ બોમ્બે યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં અભ્યાસ કર્યો હતો.
- તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર (IISc) માં પ્રવેશ મેળવનાર અને પીએચડી કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
- તેઓએ અમુક ખોરાકના ફાયદાઓનો અભ્યાસ કર્યો જેમાં તેઓએ નીરા નામના વિટામિન સી યુક્ત પીણાની પોષક ક્ષમતા પર ખાસ કાર્ય કર્યું જે કુપોષિત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે સાબિત થયું.
- તેઓને NEERA પરના કાર્ય માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
- તે બોમ્બેમાં રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની પ્રથમ મહિલા ડિરેક્ટર પણ બની હતી.