હરિયાણા સરકાર દ્વારા રાજ્યના પદ્મ પુરસ્કાર ધારકોને 10,000 રૂપિયા માસિક પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત ઉપરાંત તેઓને રાજ્ય સરકારની 'વોલ્વો બસ' સેવામાં મફત મુસાફરીની સુવિધાની પણ જાહેરાત કરવામાં આવી.  
  • પદ્મ પુરસ્કારો પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે.
  • આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઈજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ વિષયો અને ક્ષેત્રોમાં આપવામાં આવે છે.
  • જેમાં 'પદ્મ વિભૂષણ' અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, 'પદ્મ ભૂષણ' ઉચ્ચ સ્તરની વિશિષ્ટ સેવા માટે અને 'પદ્મ શ્રી' કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.  
  • દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.  
  • આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સમારંભોમાં આપવામાં આવે છે એવોર્ડ સમારોહ સામાન્ય રીતે દર વર્ષે માર્ચ-એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાય છે.
Padma Awardees From Haryana To Get Monthly Pension Of Rs 10,000

Post a Comment

Previous Post Next Post