- ICCએ અમેરિકાની ખાનગી સ્પેસ એજન્સી 'સેન્ટ ઈન્ટો સ્પેસ'ની મદદથી વિશ્વ કપ ટ્રોફીને બેસ્પોક સ્ટ્રેટોસ્ફેરિક બલૂન સાથે જોડી પૃથ્વીથી 1,20,000 ફીટની ઊંચાઈએ ઊર્ધ્વમંડળમાં લોન્ચ કરવામાં આવી.
- સ્ટ્રેટોસ્ફિયર એ પૃથ્વીના વાતાવરણનું બીજું સ્તર છે, જે ટ્રોપોસ્ફિયરની ઉપર અને મેસોસ્ફિયરની નીચે સ્થિત છે.
- ક્રિકેટના ઇતિહાસ પ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્પેસમાં મોકલવામાં આવી અને ત્યાં તેનું અનાવરણ કરવામાં આવ્યું.
- વર્ષ 2023 ICC વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાનાર છે જેની મુંબઈ ખાતે આજે જાહેરાત કરવામાં આવશે.
- ત્યારબાદ આ ટ્રોફીનું ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉતરાણ કરવામાં આવ્યું.
- 10, ઓકટોબર 2023થી શરૂ થતા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઇજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઇટાલી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યજમાન દેશ ભારત સહિત 18 દેશોમાં જશે.
- ભારત પ્રથમ વખત સમગ્ર વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ, ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટુર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે.
- આ ટુર્નામેન્ટ 10 ઓકટોબર થી 11 નવેમ્બર, 2023 સુધી 46 દિવસ ચાલશે અને જેમાં ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે.