ભારતની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'When Climate Change Turns Violent'ને WHO દ્વારા વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો.

  • આ પુરસ્કાર જિનીવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્યમથક ખાતે આયોજિત 4થા વાર્ષિક હેલ્થ ફોર ઓલ ફિલ્મ ફેસ્ટિવલ (HAFF)માં 'હેલ્થ ફોર ઓલ' કેટેગરીમાં આપવામાં આવ્યો.
  • આ દસ્તાવેજી ફિલ્મનું નિર્દેશન રાજસ્થાનની વંદિતા સહરિયા દ્વારા કરવામાં આવ્યું છે અને તે વિજેતાઓમાં એકમાત્ર ભારતીય હતી.
  • 4.32-મિનિટની ડોક્યુમેન્ટરી ઘરેલું હિંસા, આબોહવા પરિવર્તન અને માનવ તસ્કરી વચ્ચેના સંબંધ પર કેન્દ્રિત છે.
  • જજ તરીકેની પેનલમાં શેરોન સ્ટોન અને અલ્ફોન્સો હેરેરા, કોરિયોગ્રાફર શેરી સિલ્વર, ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોફિયા કિઆન્ની અને મીડિયા પર્સનાલિટી એડેલે ઓન્યાન્ગો જેવા જાણીતા કલાકારો સહિત પ્રતિષ્ઠિત વ્યાવસાયિકો, કલાકારો અને કાર્યકરોનો સમાવેશ થાય છે. 
  • ઉપરાંત વિશિષ્ટ પેનલમાં સમગ્ર વિશ્વમાંથી સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ અને WHO સ્ટાફ જોડાયા હતા.
  • આ સિવાય આરીફુર રહેમા અને મિતાલી દાસ દ્વારા દિગ્દર્શિત અને પ્યોર અર્થ બાંગ્લાદેશ દ્વારા નિર્મિત 'વન ઇન 36 મિલિયન: સ્ટોરી ઓફ ચાઇલ્ડહુડ લીડ પોઇઝનિંગ ઇન બાંગ્લાદેશ' નામની અન્ય એક ડોક્યુમેન્ટરી ફિલ્મને 'બેટર હેલ્થ એન્ડ વેલબીઇંગ' શ્રેણી હેઠળ એવોર્ડ આપવામાં આવ્યો.
  • WHO દ્વારા ઓડિયો-વિઝ્યુઅલ લેંગ્વેજ દ્વારા 'સ્વાસ્થ્યની અસર માટે સંચાર' અભિગમ સાથે  વર્ષ 2019માં HAFF ની શરૂઆત કરવામાં આવી હતી.
Indian film ‘When Climate Change Turns Violent’ wins WHO award

Post a Comment

Previous Post Next Post