- સુરતમાં 1.53 લાખ લોકોએ એકસાથે યોગ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો.
- અગાઉ વર્ષ 2018માં રાજસ્થાનના કોટા શહેરમાં એક લાખ લોકો દ્વારા ભાગ લઈ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
- સુરતમાં યોગ સત્રના સહભાગીઓને QR કોડ સાથેનો કાંડા બેન્ડ આપવામાં આવ્યો હતો જે QR કોડ એન્ટ્રી ગેટ પર સ્કેન કરવાનો હતો જેથી તેમની એન્ટ્રી કન્ફર્મ થઈ શકે.
- આ ડેટાના આધારે, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા 1.53 લાખ લોકો એકઠા થવાની પુષ્ટિ કરી આ રેકોર્ડની નોંધણી કરવામાં આવી.
- અધિવેશનમાં આવેલા લોકોને બે અલગ-અલગ રસ્તા પર યોગ કરવાની સુવિધા આપવામાં આવી હતી જેમાં રોડની લંબાઈ 10 કિલોમીટર હતી અને અહીં 135 બ્લોક બનાવવામાં આવ્યા હતા અને દરેક બ્લોકમાં લગભગ 1000 લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.