- આ બેંક દ્વારા ચામડીના ચેપ, ચામડીના કેન્સર, મોહસ સર્જરી, અલ્સર અને ધીમા રૂઝ થતા અથવા મોટા ઘાવ ધરાવતા દર્દીઓ પોતાની સ્કીન ગ્રાફ્ટિંગ અને અન્ય સારવાર કરાવવા માટે લાભ લઈ શકશે.
- હાલમાં દેશમાં 16 સ્કિન બેંકો છે તેમાંથી મહારાષ્ટ્રમાં 7, ચેન્નાઈમાં 4, કર્ણાટકમાં 3 અને મધ્યપ્રદેશ અને ઓડિશામાં 1-1 બેંક છે.
- સ્કીન બેંકમાં ચામડી મૃત્યુના છ કલાકની અંદર દાન કરી શકાય છે જે ત્વચાને ત્રણથી પાંચ વર્ષ સુધી સાચવી શકાય અને જરૂરિયાત વાળા દર્દીમાં ગ્રાફ્ટ કરી શકાય છે.