- આ પ્લાન્ટ સહારા રણમાં 3000 એકર જમીન પર બનાવવામાં આવ્યો છે.
- આ પ્લાન્ટ 3500 ફૂટબોલ મેદાનની બરાબર છે જે ભવિષ્યમાં રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી ઉત્પન્ન કરશે.
- આ પ્રોજેક્ટનું નામ "ધ નૂર-ઓરઝાઝેટ કોમ્પ્લેક્સ" રાખવામાં આવ્યું છે.
- આ સોલાર પાવર પ્લાન્ટ સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ વીજળી આપશે.
- આ ફાર્મ મોરોક્કોની નવીનીકરણીય ઉર્જા જરૂરિયાતોના 35% ઊર્જા એટલે લગભગ 580 મેગાવોટ વીજળી જનરેટ કરશે.
- આ પ્લાન્ટ જૂની સોલાર પેનલથી અલગ રીતે નિર્માણ કરવામાં આવ્યો છે જે સીધા જ વીજળી ગ્રીડમાં પાવર ટ્રાન્સફર કરશે.
- સોલાર પેનલ્સ એક જગ્યાએ સૂર્યપ્રકાશ એકત્રિત કરી અને આ ગરમી ઉત્પન્ન કરે છે.
- આ ગરમી પેનલની નીચે પાઇપમાં ભરેલા પ્રવાહી મીઠાને ગરમ કરે છે.આ પ્રવાહી મીઠું વરાળમાં ફેરવાય છે અને ટર્બાઇન તરફ જાય છે. વરાળનું દબાણ ટર્બાઇનને ચલાવે છે, જે વીજળી ઉત્પન્ન કરે છે.
- ગરમ મીઠાની હાજરી સૂર્યાસ્ત થયા પછી પણ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે.
- સોલાર પેનલ સૂર્યપ્રકાશને ઇલેક્ટ્રિસિટીમાં બદલતી એક પ્લેટ છે જે બનાવવા માટે મોટા ભાગે સિલિકોનનો ઉપયોગ થાય છે.
- આ પ્લેટ ફોટોવોલ્ટેક દ્વારા ઇલેક્ટ્રોન ઉત્ત્પન્ન કરી Direct Current (DC) પ્રકારની ઇલેક્ટ્રિસિટી આપે છે જેને બેટરીમાં સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે તેમજ તેને Alternating Current (AC) માં પણ પરિવર્તિત કરી શકાય છે.
- આ પ્રકારની પેનલને PV Modules તરીકે પણ ઓળખવામાં આવે છે.
- વર્ષ 1839માં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી એડમન્ડ બેકરેલે સૌપ્રથમ પ્રકાશમાંથી ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન કર્યો હતો.
- વર્ષ 1881માં અમેરિકન સંશોધક ચાર્લ્સ ફ્રિટ્સે વિશ્વની પ્રથમ કોમર્શિયલ સોલાર પેનલ બનાવી હતી.
- વર્ષ 1954માં બેલ લેબ્સ દ્વારા વિશ્વની પ્રથમ સિલિકોન સોલાર પેનલ બનાવાઇ હતી.
- હાલમાં ઉપયોગ કરવામાં આવતી પેનલ વર્ષ 1939માં રેશેલ ઓહ્લે બનાવી હતી જેની પેટન્ટ પણ તેઓના નામથી જ છે.