અમદાવાદમાં એક સેકન્ડમાં એક ક્વાડ્રિલિયન ગણતરી કરી શકતું અને 1000 GBની RAM ધરાવતું ‘પરમ વિક્રમ’ લૉન્ચ કરાયું.

  • અમદાવાદ ખાતે આવેલી ઈસરોની સહયોગી સંસ્થા ‘ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માં ‘પરમ વિક્રમ-1000’ નામનું સુપર કમ્પ્યુટર કાર્યરત કરવામાં આવ્યું.
  • ‘પરમ’ એ ભારતના સુપર કમ્પ્યુટરોની સીરિઝ છે.વિક્રમ સારાભાઈની યાદમાં તેને વિક્રમ નામ અપાયું છે. 
  • ‘PRL'માં અત્યારે વપરાઈ રહેલા ‘વિક્રમ-100’ કમ્પ્યુટર કરતાં આ નવું સુપર કમ્પ્યુટર દસગણું વધારે પાવરફૂલ છે.
  • સુપર કમ્પ્યુટરનો ઉપયોગ જટિલ ગણતરીઓ માટે થાય છે. 
  • પરમ વિક્રમ 1 પેટાફ્લોપની ક્ષમતા ધરાવે છે. એટલે કે સેકન્ડમાં 1 ક્વાડ્રિલિયન (1 પાછળ પંદર મીંડા) જેટલી ગણતરી કરી શકે છે. એક સામાન્ય કમ્પ્યુટ ઓક્ટા (આઠ) કૉરથી સજ્જ હોય છે જ્યારે આ સુપરકમ્પ્યુટર 2,83,776 કૉરથી સજ્જ છે. 
  • તેની રેમની ક્ષમતા પણ 1 ટેરાબાઈટ (ટીબી) એટલે કે 1000 ગિગાબાઈટ (જીબી)ની છે. 
  • આ સુપર કમ્પ્યુટરના ઘણાખરા હાર્ડવેર અને સોફ્ટવેર મેડ ઈન ઈન્ડિયા છે. 
  • વર્ષ 1947માં પીઆરએલની સ્થાપના મહાવિજ્ઞાની ડૉ.વિક્રમ સારાભાઈએ કરી હતી જે અવકાશ વિજ્ઞાન, હવામાન, સૂર્યમાળા એમ વગેરે વિષયો પણ પોણી સદીથી નોંધપાત્ર કામ કરે છે.
Param Vikram

Post a Comment

Previous Post Next Post