IOC દ્વારા IBAની માન્યતા રદ કરવામાં આવી.

  • ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા આ રમતના સંચાલક મંડળ તરીકે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)નો દરજ્જો રદ કરવા માટેની એક્ઝિક્યુટિવ બોર્ડની ભલામણને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી.
  • IOC દ્વારા અસાધારણ સત્ર દરમિયાન રજૂ થયેલ આ દરખાસ્તને તરફેણમાં 69 મત અને માત્ર એક વિરૂદ્ધ મત મળ્યા.
  • IOC દ્વારા માન્યતા પાછી ખેંચી લેવાનું કારણ IBA ની ગવર્નન્સ, ફાઇનાન્સ અને નૈતિક ધોરણો જેવા ક્ષેત્રોમાં આવશ્યક સુધારા અમલમાં મૂકવાની અસમર્થતા આપવામાં આવ્યા છે.
  • IOC દ્વારા અગાઉ વર્ષ 2019માં IBA ને ગવર્નન્સ, ફાઇનાન્સ, રેફરી અને નૈતિક મુદ્દાઓ પર સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને તેને ટોક્યો ઓલિમ્પિક્સમાં બોક્સિંગ ઇવેન્ટમાં સામેલ કરવામાં નહોત આવ્યું.
  • બોક્સિંગ એ પેરિસ 2024 ઓલિમ્પિક્સનો એક ભાગ છે પરંતુ ક્વોલિફિકેશન બાઉટ્સ અને સ્પર્ધા IOC દ્વારા ચલાવવામાં આવે છે.
IBA de-recognition by IOC.

Post a Comment

Previous Post Next Post