- તેઓ 'ધ રોડ', 'બ્લડ મેરિડીયન' અને 'ઓલ ધ પ્રીટી હોર્સીસ' જેવી ઘણી લોકપ્રિય નવલકથાઓ માટે જાણીતા હતા.
- તેઓને તેમની નવલકથા 'ધ રોડ' માટે વર્ષ 2007માં પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- તેઓએ તેમની પ્રથમ નવલકથા, ધ ઓર્ચાર્ડ કીપર, શિકાગોમાં લખી હતી જ્યારે તેઓ ત્યાં ઓટો મિકેનિક તરીકે કામ કરતા હતા જે વર્ષ 1965 માં રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતું.
- ઉપરાંત 'આઉટર ડાર્ક' (1968), 'ચાઇલ્ડ ઓફ ગોડ' (1973), 'સુત્રે' (1979) તેમની અન્ય પ્રખ્યાત નવલકથાઓમાં સામેલ છે.
- તેમની વર્ષ 1992માં પ્રકાશિત થયેલ નવલકથા 'ઓલ ધ પ્રીટી હોર્સીસ' (1992)ને નેશનલ બુક એવોર્ડ મળ્યો હતો અને આ પુસ્તક પર ફિલ્મ પણ બની હતી.