- પૃથ્વી સિવાયના કોઇ ગ્રહ કે ઉપગ્રહ પર ફોસ્ફરસની હાજરી નોંધાઇ હોય તેવું પહેલીવાર બન્યું છે.
- અગાઉ શનિના એન્સેલેડસ ઉપગ્રહ પર મહાસાગરની હાજરીના અવશેષો મળ્યા હતા.
- ફોસ્ફરસની હાજરી મળવાથી પૃથ્વી બહાર જીવનના ઉદ્ભવ માટે અનિવાર્ય તત્વ મળવું તે વિજ્ઞાનીઓ માટે ખૂબજ અગત્યની બાબત છે.
- એન્સેલેડ્સ પર પૃથ્વી કરતા 100 ગણુ વધારે ફોસ્ફરસનું પ્રમાણ નોંધાયું છે.