- વર્ષ 1960ના દાયકમાં અમૂલ બ્રાન્ડની એડવાર્ટાઈઝ બનાવવા માટે ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા આ કામ ASP એડ એજન્સીને સોપવામાં આવ્યું.
- જેના ડિરેક્ટર હતા સિલ્વેસ્ટર દકુન્હા હતા. તેઓએ તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડેઝ સાથે મળી પોલ્કા-ડોટવાળું ફ્રોક પહેરેલી, ગુલાબી-ચબી ચિક્સ ધરાવતી 'અમૂલ ગર્લ'નો તૈયાર કરી અને 'અટરલી બટરલી' ટેગ લાઈન સાથે એડ તૈયાર કરી.
- આ એડ છેલ્લા 57 વર્ષથી અવિરતપણે ચાલતા વિશ્વના એકમાત્ર એડ કેમ્પેનનું સ્થાન ધરાવે છે.
- ત્યારબાદ તેઓએ અમૂલ માટે ટોપિકલ એડવાર્ટાઈઝ બનાવી જેમાં મુંબઈમાં હોર્સ રેસિંગ સીઝન દરમિયાન અમૂલ ગર્લને ઘોડા પર બેઠેલી બતાવી હતી જેમાં અમૂલ છોકરીના હાથમાં બ્રેડ હતી અને તેના પર ‘થોરોબ્રેડ’ લખેલું હતું.
- અમૂલ ગર્લ ઝુંબેશ શરૂ થયાના ત્રણ વર્ષ પછી, ગેર્સન અને સિલ્વેસ્ટર ભાઈઓએ વર્ષ 1969માં અમૂલ ગર્લને લઈને ડાકુન્હા કોમ્યુનિકેશન્સની સ્થાપના કરી હતી.