- સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ UN પીસકીપીંગ ઓપરેશન્સમાં સેવા આપતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ શાંતિ રક્ષકોના સન્માનમાં ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે 'મેમોરિયલ વોલ'ના નિર્માણ માટે ઠરાવ પસાર કર્યો.
- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશન દ્વારા રજૂ કરાયેલ આ ઐતિહાસિક ઠરાવને મહાસભાના 193 સભ્ય દેશોમાંથી 190ના સમર્થન સાથે પસાર કરવામાં આવ્યો.
- 1948 થી, 4,200 થી વધુ શાંતિ રક્ષકોએ શાંતિની સ્થાપના માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે.
- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર રુચિરા કંબોજ દ્વારા ડ્રાફ્ટ રિઝોલ્યુશન "યુનાઈટેડ નેશન્સ પીસકીપર્સ માટે મેમોરિયલ વોલ" રજૂ કરવામાં આવ્યો હતો.
- દરખાસ્તને બાંગ્લાદેશ, કેમરૂન, કેનેડા, ચીન, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, જોર્ડન, મોરોક્કો, નેપાળ, નાઇજીરીયા, પાકિસ્તાન, રવાન્ડા, યુનાઇટેડ સ્ટેટ્સ, ઝામ્બિયાનો પ્રારંભિક સમર્થન પણ હતું.
- 125 દેશોના 10 લાખથી વધુ પુરુષો અને મહિલાઓએ વિશ્વભરના 71 પીસકીપિંગ મિશનમાં સેવા આપી રહ્યા છે.