- કેન્દ્રીય કેબિનેટ દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં NMML સોસાયટીની બેઠક દરમિયાન નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
- હાલમાં રાજનાથ સિંહ આ NMML સોસાયટીના ઉપાધ્યક્ષ છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016માં તીન મૂર્તિ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે ભારતના તમામ વડાપ્રધાનોને સમર્પિત આ મ્યુઝિયમ સ્થાપવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો.
- NMMLની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે તીન મૂર્તિ એસ્ટેટમાં મ્યુઝિયમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પોતાના જીવનના છેલ્લા 16 વર્ષો સુધી તીન મૂર્તિ ભવન રહ્યા હતા જેને તેમના મેમોરિયલ સ્વરૂપે ફેરવી દેવાયું હતું તેમજ વર્ષ 1966ના રોજ તેને નહેરું મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી નામ અપાયું હતું.