- આ Global Slavery Index (GSI) સૂચકાંકમાં 160 દેશોમાં રહેલી આધુનિક દાસતાનું અનુમાન પ્રસિદ્ધ કરાયું છે.
- આ સૂચકાંકનું પાંચમું સંસ્કરણ છે, અગાઉ આ રિપોર્ટ વર્ષ 2013, 2014, 2016 અને 2018માં પ્રકાશિત થઇ ચૂક્યો છે.
- આ રિપોર્ટ મુજબ વિશ્વમાં કુલ 49.6 મિલિયન લોકો ગુલામીમાં જીવી રહ્યા છે જેમાંથી 11 મિલિયન ભારતમાં છે!
- આ રિપોર્ટને કુલ ત્રણ સેટમાં પ્રસિદ્ધ કરાયો છે જેમાં પ્રથમ સેટમાં એવા દેશો છે જે આધુનિક ગુલામીના મામલામાં ટોચ પર છે.
- પ્રથમ સેટમાં ટોપ 10 દેશોમાં ઉત્તર કોરિયા, ઇરિટ્રિયા, મોરેટાનિયા, સાઉદી અરબ, તુર્કી, તાજિકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, રશિયા, અફઘાનિસ્તાન અને કુવૈતનો સમાવેશ કરાયો છે.
- બીજા સેટમાં સૌથી ઓછી દાસતા ધરાવતા દેશોનો સમાવેશ કરાયો છે જેમાં સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, જર્મની, નેધરલેન્ડ, સ્વીડન, ડેન્માર્ક, બેલ્જિયમ, આયર્લેન્ડ, જાપાન અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
- ત્રીજા સેટમાં આધુનિક ગુલામીમાં રહેનારા સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશો સામેલ છે જેમાં ભારત, ચીન, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા, ઇન્ડોનેશિયા, નાઇઝીરિયા, તુર્કી, બાંગ્લાદેશ અને અમેરિકાનો સમાવેશ કરાયો છે.