- આ ચક્રવાત 6 જૂન, 2023ના રોજ અરબી સમુદ્રમાં સર્જાયું હતું જેના પવનની મહત્તમ ઝડપ 165 કિ.મી. પ્રતિ કલાક જેટલી હતી.
- આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ દ્વારા અપાયું હતું જેનો મતલબ 'આપત્તિ' થાય છે.
- બિપરજૉય વાવાઝોડું અગાઉ જૂન, 1998માં આવેલ ચક્રવાતનો રેકોર્ડ તોડીને અરબી સમુદ્રના ઇતિહાસમાં સૌથી લાંબો સમય રહેતું ચક્રવાત બન્યું છે.
- 6 જૂનના રોજ આ ચક્રવાત સર્જાયા બાદ 15 જૂનની મધ્યરાત્રિએ ગુજરાતના જખૌ બંદર પાસે ટકરાયું હતું.
વાવાઝોડાનું નામકરણ:
- કોઇપણ ચક્રવાતનું નામકરણ વર્લ્ડ મેટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા કરાયેલા હુકમનામા મુજબ કરવામાં આવે છે.
- આ ગાઇડલાઈન મુજબ છ પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMCs) અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની ચેતવણી કેન્દ્રો (TCWCs) દ્વારા વિશ્વભરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવામાં આવે છે.
- RSMCમાં 13 રાષ્ટ્રો ભારત, બાંગ્લાદેશ, ઈરાન, મ્યાનમાર, માલદીવ, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને યમનનો સમાવેશ થાય છે.
- આ નામો સંબંધિત દેશોના આધારે મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે છે.
- બિપરજૉય વાવાઝોડા બાદ હવે પછીના ચક્રવાતનું નામ 'તેજ' રહેશે જે નામ ભારત દ્વારા અપાયેલ છે.
- ભારત દ્વારા અપાયેલ અન્ય નામોમાં ગતિ, મુરાસુ અને આગનો સમાવેશ થાય છે.
- તેજ ચક્રવાત બાદ અન્ય બે વાવાઝોડાના નામ ઇરાન અને માલદીવ્સ દ્વારા ક્રમાનુસાર હમૂન અને મિધીલી અપાયા છે.
સાઇક્લૉન શબ્દ:
- સાઇક્લોન શબ્દ મૂળ ગ્રીક શબ્દ સાઇક્લોસ પરથી બન્યો છે જેનો મતલબ 'વીંટળાયેલો સાપ' થાય છે.
- બંગાળની ખાડી અને અરબી સમુદ્રના તોફાનો વીંટળાયેલા સાપ જેવા દેખાતા હોવાથી અંગ્રેજ સમુદ્રી કપ્તાન હેનરી પિડિંગટન દ્વારા વર્ષ 1848માં આ શબ્દ અપાયો હતો.
- ચક્રવાતને અમેરિકામાં હરિકેન, ઓસ્ટ્રેલિયામાં વિલિ વિલિ, ચીનમાં ટાઇફૂન તેમજ ફિલિપાઇન્સમાં બેગ્વિયો કહેવામાં આવે છે.
ચક્રવાતનું સર્જન:
- જ્યારે દરિયામાં લૉ પ્રેશર સર્જાય છે ત્યારે દરિયા પરની ગરમ અને ભેજવાળી હવા ઉપર તરફ જાય છે તેમજ લૉ-પ્રેશર એરિયા આસપાસની જગ્યા હાઇ-પ્રેશર એરથી ભરાઇ જાય છે જેને લીધે એક ખુબજ શક્તિશાળી એર સર્ક્યુલેશન સર્જાય છે.
ચક્રવાતની વિવિધ કેટેગરી:
- Depression: 31-50 Kmph
- Deep Depression: 51-62 Kmph
- Cyclonic Storm: 63-88 Kmph
- Severe Cyclonic Storm: 89-117 Kmph
- Very Severe Cyclonic Storm: 118-165 Kmph
- Extremely Severe Cyclonic Storm: 166-220 Kmph
- Super Cyclonic Storm: 221 Kmph થી વધુ