- આ સાથે આ અભિયાન દરમિયાન બાળકોના શારીરિક-માનસિક વિકાસ અને પોષણ સ્તરની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ આપનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું.
- રાજ્ય સરકાર દ્વારા 12 જૂન, 2023થી એટલે કે 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી 'શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(SHRBSK)' હેઠળ 1 કરોડથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
- આ અભિયાન આગામી 30 દિવસ સુધી સઘન રીતે ચલાવવામાં આવશે.
- આ અભિયાન કેન્દ્ર અને રાજ્યનો સંયુક્ત કાર્યક્રમ છે, જે અંતર્ગત આંગણવાડીના બાળકો, નવજાતથી 6 વર્ષ સુધીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને 18 વર્ષ સુધીના શાળાએ ન જનાર બાળકોની પણ રાજ્ય સરકાર દ્વારા મફત આરોગ્ય તપાસ કરવામાં આવે છે.
- આ ઝુંબેશને સફળ બનાવવા માટે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SHRBSK)ની 992 મોબાઈલ હેલ્થ ટીમ રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરશે.