- કોરિડોરનો દરવાજો મે 2022 માં ખોલવામાં આવ્યો હતો અહીં લગભગ 17 કિલો વજનનો મોટો સિરામિકનો ટુકડો મળી આવ્યો છે, જેના પર કોન્ડોર પક્ષીનું માથું અને પાંખો બનાવવામાં આવી છે. તે કોરિડોરમાં સિરામિલના બાઉલ સાથે મળી આવ્યો હતો.
- કોન્ડોર પક્ષીના નામ પરથી તેને 'કોન્ડોર્સ પેસેજવે' નામ આપવામાં આવ્યું.
- આ કોરિડોર ચાવિન સંસ્કૃતિ સાથે જોડાયેલા વિશાળ મંદિર સંકુલ તરફ દોરી જાય છે.
- પેરુની રાજધાની લિમાથી 306 કિમી ઉત્તરપૂર્વમાં સ્થિત 'ચાવિન ડી હુઆન્ટાર'પુરાતત્વીય સ્થળ છે. તે સંસ્કૃતિના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક છે, જે લગભગ 1,500 થી 500 બીસીની આસપાસ વિકસ્યું હતું.
- ચાવિન તેમની અદ્યતન કળા માટે પ્રખ્યાત છે જે સામાન્ય રીતે પક્ષીઓ અને બિલાડીઓનું નિરૂપણ કરે છે.
- કોન્ડોર્સ એ વિશ્વના સૌથી મોટા પક્ષીઓમાંનું એક છે જે પ્રાચીન એન્ડિયન સંસ્કૃતિઓમાં શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે.
- કોન્ડોર્સ પેસેજવે પ્રથમ રિકની ટીમ દ્વારા શોધવામાં આવ્યો હતો.
- પહેલાથી જર્જરિત માળખાને વધુ નુકસાન ન થાય તે માટે રોબોટ પર લગાવેલા કેમેરાનો ઉપયોગ કરીને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- યુનેસ્કો દ્વારા વર્ષ 1985માં ચાવિન ડી હુઆન્ટરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.