- આ રિયાલિટી શો વડોદરાના કમાટી બાગ સ્થિત પક્ષીશાળામાંબાગમાં શરૂ કરવામાં આવ્યો.
- 3ડી પ્રકારના આ રિયાલિટી શોથી મુલાકાતીઓ હવે જે તે પક્ષીઓ વિશે માહિતી મેળવી શકશે અને તેની સાથે સેલ્ફી, તસવીરો ખેંચાવી શકશે.
- વડોદરા મહાપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આવેલી આઇવરીમાં આ થ્રીડી ઓગમેન્ટેન્ટેડ રિયાલિટી ટ્રિયમ ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે.
- આ શોથી મુલાકાતીઓ જે તે પક્ષીના રહેઠાણ, ખોરાક ઉપરાંત વર્તન અને તેના અવાજો વિશે માહિતી વર્ચ્યુઅલ વિશ્વમાં જઇને મેળવી શકશે.
- આ માટે મુલાકાતીઓ VueXR એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના સ્માર્ટફોન દ્વારા વિવિધ પક્ષીઓની પ્રજાતિઓની વર્ચ્યુઅલ માહિતી મેળવી શકશે.
- AR પાર્ક 3D મોડલ્સનું મનમોહક સંગ્રહ દર્શાવશે., જેમાં સ્પૂનબિલ, ગ્રેટ કોર્મોરન્ટ, વ્હાઇટ સ્ટોર્ક, બાર્નેકલ ગૂસ, રોઝેટ સ્પૂનબિલ, ટોકો ટુકન, પેટેરાનોડોન (ડાયનોસોર પક્ષી), કેસોવરી, મકાઉનો સમાવેશ થાય છે.