- નેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રુતે દ્વારા ગંઠબંધન સરકારમાં ઇમિગ્રેશન મુદ્દે(સ્થળાંતર નીતિ)પર સમજૂતીના અભાવને કારણે રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી.
- નવી ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી તમામ મંત્રીઓ સંભાળ રાખનાર કેબિનેટ તરીકે તેમનું કામ ચાલુ રાખશે.
- નેધરલેન્ડ્સમાં આ વર્ષની શરૂઆતમાં આશ્રય માટે લગભગ 70,000 અરજીઓ આવી છે.
- વડા પ્રધાન રુટેની સરકાર દ્વારા આ અઠવાડિયે એક યોજના અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં નેધરલેન્ડ્સમાં યુદ્ધ શરણાર્થીઓના સંબંધીઓની સંખ્યા દર મહિને માત્ર 200 લોકો સુધી મર્યાદિત કરવાની જોગવાઈ શામેલ હતી પરંતુ ગઠબંધન સરકારમાં સામેલ સાથી પક્ષોએ તેનો સખત વિરોધ કર્યો હતો.
- 56 વર્ષીય રુટે નેધરલેન્ડમાં વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ રાખવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓ 2010થી આ પદ પર કાર્યરત છે.