- આ સુવિધા સિમ્બોલ લોડિંગ યુનિટમાં ઉમેરવામાં આવી છે જે VVPAT સ્લિપ પર ચોક્કસ સીટ પર ચૂંટણી લડતા ઉમેદવારોના ચિહ્નો અને નામ અપલોડ કરે છે.
- વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ મશીનો(VVPATs) પર અપલોડ કરવામાં આવતા સીરીયલ નંબર, ચિહ્ન અને ઉમેદવારોના નામના એક સાથે વિઝ્યુઅલ ડિસ્પ્લે માટે પ્રદાન કરશે
- વર્ષ 2019થી, વધુ પારદર્શિતા માટે વિધાનસભા અથવા લોકસભા બેઠકોના કિસ્સામાં સેગમેન્ટ દીઠ રેન્ડમ રીતે પસંદ કરાયેલા પાંચ મતદાન મથકોમાંથી VVPAT સ્લિપને EVM ગણતરી સાથે મેચ કરવામાં આવે છે.
- આ સુવિધા દ્વારા EVM પર મતદાન થયા પછી VVPAT સ્લિપ સાત સેકન્ડ માટે વિન્ડોમાં દેખાશે જેથી મતદાર ક્રોસ-ચેક કરી શકે કે મતદાન ઇચ્છિત ઉમેદવારને થયું છે કે નહીં આ સ્લીપ મતદાર લઈ શકશે નહીં.