- United Nations Secretary-General (UNSG) દ્વારા પોતાના બાળકો પર સશસ્ત્ર સંઘર્ષના પ્રભાવો પરના રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી લેવાયું છે.
- અગાઉ યુએનના વડા એન્ટોનિયો ગુટારેસ દ્વારા ભારત સરકારની ભાગીદારીનું સ્વાગત કરી ભવિષ્યના રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવવાની વાત કરવામાં આવી હતી.
- આ રિપોર્ટ મુજબ ભારતે બાળકો પર ઘાતક અને અન્ય બળ પ્રયોગ પર પ્રતિબંધ, પૈલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ તેમજ તે વાત નિશ્ચિત કરવી કે કોઇ જ રસ્તો ન હોય ત્યારે જ તેમજ ઓછામાં ઓછા સમય માટે જ બાળકોની ધરપકડ કરવી વગેરે જેવા પગલાઓ લીધા છે.