UAEમાં આયોજિત 34મી ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ (IBO) 2023માં ભારતના 4 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા.

  • 3 જુલાઈથી 11 જુલાઈ 2023 દરમિયાન અલ આઈન, UAEમાં આયોજિત 34મી ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ (IBO) 2023માં ભારતે 4 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું.
  • આ પ્રથમ વખત છે જ્યારે ભારતે IBO ખાતે બધા ગોલ્ડ મેડલ અને પ્રથમ સ્થાન મેળવ્યું હોય.
  • ભારતમાંથી બેંગલુરુ, કર્ણાટકથી ધ્રુવ અડવાણી,, કોટા, રાજસ્થાનથી ઇશાન પેડનેકર, મહારાષ્ટ્રના જાલનાથી મેઘ છાબડા અને  રિસાલી, છત્તીસગઢથી રોહિત પાંડા દ્વારા 4 ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યા.
  • આ વર્ષના IBOમાં 76 દેશોમાંથી 293 વિદ્યાર્થીઓ હતા.  
  • ભારત સિવાય સિંગાપોર એકમાત્ર એવો દેશ હતો જેણે ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.  
  • અગાઉ ભારત વર્ષ 2008, 2009, 2010, 2011, 2015 અને 2021માં ભારત એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ, વર્ષ 2018માં ભૌતિકશાસ્ત્ર, અને વર્ષ 2014, 2019, અને 2022માંજુનિયર સાયન્સમાં મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે.
  • વર્ષ 2024માં ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડનું આયોજન ભારતના કર્ણાટકમાં થનાર છે.
4 students from India bagged gold medals in 34th International Biology Olympiad (IBO) 2023 held in UAE.

Post a Comment

Previous Post Next Post