- વિદેશ મંત્રાલયની ‘આઈટેક સ્કીમ’ હેઠળ નેપાળ પોલીસને વિવિધ ગુનાની તપાસનું માર્ગદર્શન આપવા તાલીમ યોજવામાં આવશે. જેમાંં નેપાળના 180 પોલીસ અધિકારીને 1.80 કરોડના ખર્ચે ઇન્વેસ્ટિગેશનની તાલીમ આપવામાં આવશે.
- જેના માટે ગુજરાતની રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે.
- આ સ્કીમમાં 12 કોર્સ છે દરેક કોર્સ બે અઠવાડિયાનો છે.
- નેપાળ પોલીસ તાલીમ આપવાના કોર્ષ:
- ફાઇનાન્શિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન - 2 બેચ
- વીઆઈપી સિક્યુરિટી ટ્રેનિંગ - 3 બેચ
- નાર્કોટિક્સ કંટ્રોલ એન્ડ ઇન્વેસ્ટિગેશન - 1 બેચ
- રોડ સેફટી એન્ડ ટ્રાફિક ઇન્ફોર્સમેન્ટ - 2 બેચ
- સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન - 3 બેચ
- આ ટ્રેનિંગનો સંપૂર્ણ ખર્ચ વિદેશ મંત્રાલય ઉઠાવશે.
- ઉલ્લેખનીય છે કે અત્યારસુધી રક્ષાશક્તિ યુનિવર્સિટી 48થી વધુ દેશને ટ્રેનિંગ આપી ચૂકી છે જેમાં ગુના રોકવા જિયોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ, થ્રીડી ક્રાઇમ મેપિંગ, ફોરેન્સિક એકાઉન્ટિંગ, ડ્રગ્સની હેરાફેરી અંગે તાલીમ અપાઈ હતી.
- અગાઉ બાંગલાદેશ, માલદીવ, મ્યાનમાર જેવા દેશોના પોલીસ અધિકારી અહીં તાલીમ લઈ ચૂક્યા છે.