- 16 થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ કોરિયાના ચાંગવોન શૂટિંગ રેંજ ખાતે ISSF Junior World Championship 2023 યોજાઈ હતી.
- આ વર્ષે તેની ત્રીજી આવૃત્તિમાં 90 કુશળ ભારતીય શૂટરોએ પિસ્તોલ, રાઈફલ અને શોટગનની શાખાઓમાં 21 વર્ષથી ઓછી વયના લોકોમાં ભાગ લીધો હતો.
- સૌથી વધુ ભાગ લેનાર ખેલાડીઓમાં કોરિયાના 66 અને અમેરિકા 43 સાથે બીજા ક્રમે છે.
- આ ઇવેન્ટમાં કુલ 44 દેશોમાંથી કુલ 550 થી વધુ શૂટર્સે ભાગ લીધો હતો.
- ભારતના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં છ ગોલ્ડ, છ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સહિત કુલ 17 મેડલ જીત્યા હતા.
- જેમાં 10 મીટર એર પિસ્તોલ મેન અને વિમેન્સ ઇવેન્ટમાં શુભમ બિસ્લા અને સૈન્યમે ગોલ્ડ મેળવ્યો.
- 10 મીટર એર રાઈફલ મિક્સ ટાઇમ ઇવેન્ટમાં અભિનવ શો અને ગૌતમી ભનોટે ગોલ્ડ મેળવ્યો.
- 10 મીટર એર રાઈફલ મેન્સ ટીમ ઇવેન્ટમાં અભિનવ શો, શ્રીકાંત ધનુષ અને પાર્થ રાકેશ માનેએ ગોલ્ડ મેળવ્યો.
- 50 મીટર પિસ્તોલ મેન્સ ઇવેન્ટમાં કમલજીત અને 50 મીટર પિસ્તોલ વિમનેસ ઇવેન્ટમાં યશિતા શોકીન, વીરપાલ કૌર અને તિયાના અને 50 મીટર પિસ્તોલ મેન્સ ટીમ ઇવેન્ટમાં કમલજીત, અંકિત તોમર અને સંદીપ બિશ્નોઈ દ્વારા 3 ગોલ્ડ જીતવામાં આવ્યા.
- 10 મીટર એર પિસ્તોલ મેન્સ અને વિમેન્સ ટીમ ઇવેન્ટમાં શુભમ બિસ્લા, અમિત શર્મા અને અભિનવ ચૌધરી દ્વારા અને ઉત્તમ સોનમ મસ્કર, ગૌતમી ભનોટ અને સ્વાતિ ચૌધરી દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો.
- મહિલા સ્કીટ ઇવેન્ટમાં રાયઝા ધિલ્લોન તથા મિક્સ ઇવેન્ટમાં હરમેહર સિંહ લાલી અને સંજના સૂદે સિલ્વર મેળવ્યો.
- 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ટીમ ઇવેન્ટમાં સમીર, મહેશ આનંદકુમાર, અને રાજકંવર સિંહ સંધની ટીમે સિલ્વર જીત્યો.
- ટ્રેપ મેન્સ ટીમ ઇવેન્ટમાં બખ્તયારુદ્દીન મલેક, શાર્દુલ વિહાન અને આર્ય વંશ ત્યાગીએ સિલ્વર મેળવ્યો.
- 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઇવેન્ટમાં અભિનવ ચૌધરી અને સૈન્યમ સૈન્યમ, ઉર્વા ચૌધરી અને અંજલી ચૌધરીએ બ્રોન્ઝ જીત્યો.
- 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં ઉમામહેશ મદ્દીનેનીએ બ્રોન્ઝ જીત્યો.
- 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મેન્સ ટીમ ઇવેન્ટમાં યુનિશ હોલિન્દર, રણદીપ સિંહ અને અક્ષય કુમારે બ્રોન્ઝ
જીત્યો. - 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મહિલા ટીમ ઇવેન્ટમાં યશિતા શોકીન, પ્રાર્થના ખન્ના, અને ટિયાનાએ બ્રોન્ઝ જીત્યો.