- મધ્યપ્રદેશ સરકાર દ્વારા યુવા એસ્પોર્ટ્સ પ્લેયરને વ્યાવસાયિક સ્તરે આગળ વધવાની તક અને પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે 'MP State Esports Academy' નામનું પ્રથમ ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ શરૂ કરવામાં આવશે.
- આ એકેડમીમાં પ્રવેશ માટે ટોચના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને તેઓ માટે ઈ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ યોજવામાં આવશે.
- આ એકેડમીમાં 80% બેઠકો મધ્ય પ્રદેશના ગેમર્સ માટે આરક્ષિત અને બાકીની બેઠકો સમગ્ર દેશમાંથી રમનારાઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે.
- કોઈપણ વ્યક્તિ ખેલાડી એકેડેમીમાં સ્થાન મેળવવા માટે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે.
- ઉલ્લેખનીય છે કે રમતગમત વિભાગ દ્વારા આયોજિત એમપી જુનિયર એસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 27 જુલાઈ અને 7 ઓગસ્ટની વચ્ચે યોજાવાની છે જે 12 થી 17 વર્ષની વયના ઈ-સ્પોર્ટ્સ ઉત્સાહીઓ ભાગ લેનાર છે.
- ઈ-સ્પોર્ટ્સ એકેડેમી એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં રજૂ થતી રમતોને પ્રોત્સાહન આપવાના પ્રાથમિક ધ્યેય સાથે સ્થાપિત કરવામાં આવી છે.
- આ એકેડમી માટે પસંદ કરેલા ઈ-સ્પોર્ટ્સ એથ્લેટ્સને સરકાર તરફથી 12 મહિનાનું સઘન કોચિંગ અને ઉચ્ચ ગુણવત્તાનું ઈ-સ્પોર્ટ્સ શિક્ષણ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવશે.