ISROના PSLV-C56 દ્વારા એકસાથે છ ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવશે.

  • Indian Space Research Organization (ISRO) દ્વારા 30 જુલાઈ, 2023ના રોજ PSLV-C56 દ્વારા 6 સહયાત્રી ઉપગ્રહો સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.
  • આ મિશન એપ્રિલ 2023માં લોન્ચ કરવામાં આવેલા સફળ PSLV-C55 મિશન જેવું જ છે. 
  • આ મિશનમાં 360 કિલોગ્રામના ઉપગ્રહ DS-SAR ને 5 ડિગ્રીના ઝોક અને 535 કિમીની ઊંચાઈએ નજીકની વિષુવવૃત્તીય ભ્રમણકક્ષા (Near-equatorial Orbit - NEO)માં છોડવામાં આવશે. 
  • DS-SAR ઉપગ્રહ DSTA (સિંગાપોર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે) અને ST એન્જિનિયરિંગ વચ્ચેની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યા છે.
  • આ ઉપગ્રહ વ્યાપારી હેતુઓ માટે મલ્ટિ-મોડલ અને ઉચ્ચ-પ્રતિભાવશીલ છબી અને જીઓસ્પેશિયલ સેવાઓ માટે કરશે. 
  • DS-SAR એ ઇઝરાયેલના Aerospace Industries (IAI) દ્વારા વિકસિત Synthetic Aperture Radar (SAR) પેલોડ ધરાવે છે જે તેને દિવસ અને રાત્રિના તમામ હવામાન કવરેજ પ્રદાન કરવાની ક્ષમતા પૂરી પડે છે.
  • આ ઉપગ્રહ સંપૂર્ણ ધ્રુવીયમેટ્રી પર 1 મીટર-રિઝોલ્યુશન પર ઇમેજિંગ કરવા સક્ષમ છે.
ISRO Completes Launch Rehearsal Of DS-SAR Mission

Post a Comment

Previous Post Next Post