શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22નો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 પર અહેવાલ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની કામગીરીનું એક સમાન ધોરણે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
  • ભારતીય શિક્ષણ પ્રણાલી એ વિશ્વની સૌથી મોટી શિક્ષણ પ્રણાલીઓમાંની એક છે. સિસ્ટમમાં લગભગ 14.9 લાખ શાળાઓ, 95 લાખ શિક્ષકો અને વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લગભગ 26.5 કરોડ વિદ્યાર્થીઓ છે.  
  • પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ એ સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શાળા શિક્ષણના વ્યાપક વિશ્લેષણ માટે મૂલ્યાંકન છે.
  • આ ગુણવત્તા સૂચકાંકો સાથે વધુ અપડેટેડ આધાર મેળવવા માટે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની હેઠળ 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)'  પહેલ હેઠળ સૂચકાંક આપવાનું શરૂ કરવામાં આવ્યું.
  • 2021-22 માટે નવા સૂચકાંકને 'પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0' નામ આપવામાં આવ્યું. 
  • જેમાં 73 સૂચકાંકોના 1000 ગુણ આપવામાં આવે છે જેને 2 શ્રેણીઓ પરિણામો અને ગવર્નન્સ મેનેજમેન્ટ (GM)માં જૂથબદ્ધ કરવામાં આવ્યા છે.
  • આ શ્રેણીઓને 6 ડોમેન્સમાં વિભાજિત કરવામાં આવી છે, જેમ કે, લર્નિંગ આઉટકમ્સ (LO), એક્સેસ (A), ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ (IF), ઇક્વિટી (E), ગવર્નન્સ પ્રોસેસ (GP) અને ટીચર્સ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (TE&T).
  • વર્ષ 2021-22 માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને દસ શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા છે જેમાં 1000 ગુણમાંથી 940 કરતાં વધુ ગુણ મેળવનાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માટે ઉચ્ચતમ ગ્રેડ 'દક્ષ', 460 સુધીના સ્કોર માટે સૌથી નીચો ગ્રેડ 'આકાંશી' છે.  
  • પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 નો અંતિમ ઉદ્દેશ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બહુ-આંતરીય વ્યૂહરચનાઓ તરફ પ્રેરિત કરવાનો છે.
The report on Performance Grading Index 2.0 for the year 2021-22 has been published by the Ministry of Education.

Post a Comment

Previous Post Next Post