નાગાલેન્ડને 'Lumpy Skin Disease (LSD)' પોઝિટિવ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ.

  • નાગાલેન્ડના ચાર જિલ્લામાં પશુઓમાં લમ્પી ચામડીનો રોગ મળી આવ્યા બાદ The Prevention and Control of Infectious and Contagious Diseases in Animals Act, 2009 હેઠળ આ જાહેરાત કરવામાં આવી.
  • લમ્પી પોક્સવાયરલ રોગ છે જે પશુઓમાં ખાસ ગાય અને ભેંસમાં થાય છે મૃત્યુદર સામાન્ય રીતે ઓછો હોવા છતાં તેનાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો, ગર્ભપાત, વંધ્યત્વ અને ક્ષતિગ્રસ્ત પેલ્ટને કારણે આર્થિક નુકસાન થાય છે.
  • World Organization for Animal Health (OIE) મુજબ લમ્પી (LSD) કેપ્રીપોક્સ વાઇરસને કારણે થાય છે જેને 'Neethling' વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ રોગમાં પશુને ખૂબ જ તાવ, દૂધની ઉપજમાં ઘટાડો, ચામડીમાં ગાંઠ, ભૂખ ન લાગવી, નાક અને આંખમાંથી સ્રાવ જેવા લક્ષણ જોવા મળે છે જે માખીઓ, બગાઇ અને મચ્છર દ્વારા ફેલાય છે.
  • વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થ (OIE) ની સ્થાપના Emmanuel Leclainche દ્વારા વર્ષ 1924માં કરવામાં આવી હતી.
  • તેનું હેડક્વાર્ટર પેરિસમાં છે અને તેના ડાયરેક્ટર જનરલ ડો. મોનિક ઈલોઈટ છે.
Nagaland Now Lumpy Skin Disease Positive State

Post a Comment

Previous Post Next Post