વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું.

  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તરફથી 14 જુલાઈના રોજ ફ્રાંસના રાષ્ટ્રીય દિવસ, જેને બેસ્ટિલ ડે તરીકે પણ ઓળખાતા દિવસની ઉજવણી માટે આ આમંત્રણ આપવામાં આવ્યું છે.
  • આ દિવસ ફ્રાન્સનાં ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીનો એક છે જે 14 જુલાઈ, 1789 ના રોજ બેસ્ટિલ કિલ્લાના પતનની યાદમાં ઉજવવામાં આવે છે, જે રાજાશાહીના શાસન સામે ફ્રેન્ચ ક્રાંતિની શરૂઆતનું પ્રતીક છે.
  • આ ઉજવણીમાં ભારતીય સશસ્ત્ર દળોની ત્રિ-સેવા ટુકડી પણ પરેડ દ્વારા પણ ભાગ લેવામાં આવશે.
  • બેસ્ટિલ ડે પરંપરાગત પરેડ, ફટાકડા અને અન્ય ઘણા કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે.  
  • આ દિવસે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિદેશી મહાનુભાવોની હાજરીમાં યુરોપની સૌથી જૂની એક અદભૂત લશ્કરી પરેડ અને ફાયરમેન જિમ્નેસ્ટિક્સ પ્રદર્શન ઉજવાય છે.
Prime Minister attends the Bastille Day Parade as Guest of Honour

Post a Comment

Previous Post Next Post