વિશ્વમાં '2023ની સૈન્ય શક્તિની યાદી'માં ભારત ચોથા ક્રમાંકે રહ્યું.

  • વૈશ્વિક સંરક્ષણ માહિતીને ટ્રૅક કરતી ડેટા વેબસાઇટ ગ્લોબલ ફાયરપાવર અનુસાર, અમેરિકા વિશ્વમાં સૌથી મજબૂત લશ્કરી તાકાત સાથે પ્રથમ ક્રમે, રશિયા બીજા, ચીન ત્રીજા સ્થાને અને ભારત ચોથા સ્થાને છે. 
  • 2023ની સૈન્ય શક્તિની યાદી 60થી વધુ પરિબળોના આધારે કરવામાં આવ્યું છે.
  • આ અહેવાલમાં વિશ્વના 145 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો.  
  • આ યાદીમાં પાકિસ્તાને સાતમા ક્રમે પ્રવેશી વિશ્વના ટોચના 10 શક્તિશાળી સૈન્ય ધરાવતા દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
  • વિશ્વમાં સૌથી ઓછું શક્તિશાળી સૈન્ય ધરાવતા 10 દેશોમાં ભુતાન, બેનિન, મોલ્ડોવા, સોમાલિયા, લાઇબેરિયા, સુરીનામ, બેલીઝ, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લક, આઇસલેન્ડ, સિએરા લિયોનનો સમાવેશ થાય છે.
  • વિશ્વની સૌથી શક્તિશાળી સેના ધરાવતા 10 દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત, યુનાઇટેડ કિંગડમ, દ. કોરિયા, પાકિસ્તાન, જાપાન, ફ્રાન્સ, ઇટાલીનો સમાવેશ થાય છે.
  • દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને.
  • ગુજરાતમાં બ્લૂ ઇકોનોમી તેમજ માછીમારોને વધુ પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા રાજ્યમાં 'રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ' દર વર્ષે 10 જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે. 
  • ગુજરાત ઉપરાંત દેશના દરિયાકાંઠો ધરાવતા રાજ્યો ઉજવણી કરવામાં આવે છે.
  • ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ માછલીના ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. 
  • ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા મત્સ્યપાલનના ક્ષેત્રમાં અનેક પ્રોત્સાહક પહેલો શરૂ કરવામાં આવી છે જેમાં ડીઝલમાં વેટના દરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન હેઠળ આપવામાં આવતી જમીન, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો, માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત હવામાન અને સુરક્ષા સંબંધિત જાગરૂતતાનો સમાવેશ થાય છે.
  • ભારત સરકાર દ્વારા મત્સ્ય ક્ષેત્રમાં ટકાઉ અને જવાબદારીપૂર્ણ વિકાસ થકી ‘બ્લ્યૂ રિવોલ્યુશન’ લાવવાના ઇરાદા સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) શરૂ કરવામાં આવી છે.
  • PMMSYનો ઉદ્દેશ્ય મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતા, ગુણવત્તા,ટેક્નોલોજી,પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંચાલનમાં રહેલી કેટલીક માળખાકીય ખામીઓને દૂર કરવાનો છે. 
India ranked fourth in the world's 'Military Power List 2023'.

Post a Comment

Previous Post Next Post