- આ સાથે રાજસ્થાન વિધાનસભામાં લઘુત્તમ આવક ગેરંટી બિલ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં એક મહિનામાં વધારાના 25 દિવસની રોજગારીની બાંયધરી આપનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
- આ બીલમાં મનરેગાના 100 દિવસ ઉપરાંત રાજ્યમાં 25 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવશે.
- આ ખરડો કાયદો બન્યા બાદ રાજ્યમાં સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ વૃદ્ધાવસ્થા, વિકલાંગ, વિધવા અથવા એકલ મહિલા લાભાર્થીઓને દર મહિને લઘુત્તમ પેન્શન રૂ. 1,000 મળશે.
- ઉપરાંત શહેરી વિસ્તારોમાં ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના હેઠળ, પ્રતિ પરિવારને 125 દિવસની રોજગારી મળશે.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 200 થી 300 રૂપિયા પ્રતિ માસ સામાજિક સુરક્ષા પેન્શન તરીકે આપવામાં આવે છે, જ્યારે રાજસ્થાન સરકાર દ્વારા 1,000 રૂપિયા આપવામાં આવે છે.
- 'મિનિમમ ઈન્કમ ગેરંટી બિલ 2023' બિલ હેઠળ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા 18 વર્ષથી વધુ વયના લોકોને લઘુત્તમ વેતનનો અધિકાર મળશે.
- આ બિલ હેઠળ 15 દિવસમાં રોજગારની ખાતરી આપવામાં આવશે.
- આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓની આર્થિક સ્થિતિમાં વધુ સુધારો કરવાની સાથે મફત તબીબી સારવાર, અકસ્માત વીમો, મફત વીજળી અને સબસિડીવાળા ગેસ સિલિન્ડર જેવા વ્યાપક લાભો આપવાનો છે.
- આ કાયદાના અમલ બાદ હવે પેન્શનમાં દર વર્ષે આપોઆપ 15 ટકાનો વધારો થશે. આ વધારો જાન્યુઆરીમાં 10 ટકા અને જુલાઈમાં 5 ટકાના રૂપમાં હશે.
- લઘુત્તમ આવક ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધી લઘુત્તમ આવક ગેરંટી યોજના, ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના, સરકાર દ્વારા સૂચિત મુખ્યમંત્રી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ, વૃદ્ધાવસ્થા, વિશેષ વિકલાંગ, વિધવા એકલ મહિલા પાત્ર વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ઉપરાંત વૃદ્ધાવસ્થા, વિશેષ વિકલાંગ, વિધવા મહિલા આ બિલ હેઠળ પેન્શન મેળવવા માટે હકદાર બનશે.
- આ માટે સરકાર દ્વારા 2500 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ રાખવામાં આવી છે.
|