- રમતગમત મંત્રાલય દ્વારા HAIના અધ્યક્ષ દિગ્વિજય ચૌટાલા અને જગન મોહન રાવને જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.
- IOA એ તાજેતરમાં HAI ને માન્યતા આપી છે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના હસ્તક્ષેપ પછી હેન્ડબોલ એસોસિએશનની ચૂંટણીઓ યોજાઈ હતી.
- હેન્ડબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે HAIના વિલીનીકરણ બાદ IOA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
- રમતગમત મંત્રાલય દ્વારા હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (HAI) ને સંપૂર્ણ કાર્યરત નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (NSF) તરીકે માન્યતા આપવમાં આવી. જે દેશમાં હેન્ડબોલની રમતના સંચાલનની દેખરેખ રાખવાનું કામ કરે છે.
- HAI આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ફેડરેશન અને એશિયન હેન્ડબોલ ફેડરેશન તેમજ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સહિત આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થાઓ સાથે સત્તાવાર જોડાણ ધરાવે છે.
- હેન્ડબોલ એસોસિએશન ઇન્ડિયા (HAI)ની રચના 15 જૂન 1972ના રોજ જગત સિંહ લોહાન દ્વારા કરવામાં આવી હતી.
- HAI ભારતમાં હેન્ડબોલ માટે સંચાલક મંડળ તરીકે સેવા આપે છે અને 1974 થી એશિયન હેન્ડબોલ ફેડરેશન (AHF) અને ઇન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશન (IHF) ના સભ્ય છે.