દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે International Exhibition-cum-Convention Centre (IECC) સંકુલનું ઉદ્ઘાટન કરાયું.

 • આ સંકુલને 'Bharat Mandapam' નામ આપવામાં આવ્યું છે જેનું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે.
 • આગામી સપ્ટેમ્બરમાં G20 દેશોના ટોચના નેતાઓની બેઠક ભારત મંડપમ ખાતે યોજાશે.
 • આ સંકુલના ઉદ્‌ઘાટન સમારોહમાં G20 સિક્કા અને G20 સ્ટેમ્પનું પણ અનાવરણ પણ કરવામાં આવ્યું.
 • અંદાજે રૂ. 2700 કરોડના ખર્ચે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસિત નવું કન્વેન્શન સેન્ટર સંકુલ ભારતને વૈશ્વિક બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે પ્રદર્શિત કરવામાં અને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
 • આ સંકુલ 53,399 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
 • તેના બહુહેતુક અને સંપૂર્ણ હોલની સંયુક્ત ક્ષમતા 7,000 લોકોની છે જે આઇકોનિક સિડની ઓપેરા હાઉસ કરતાં ઊંચી બેઠક ક્ષમતા ધરાવે છે જેમાં આશરે 5,900 લોકો બેસી શકે છે.
 • આર્કિટેક્ટ એડાસ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ ઇમારતનો લંબગોળ આકાર શંખમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે.
 • સંમેલન કેન્દ્રની વિવિધ દિવાલો અને રવેશ ભારતની પરંપરાગત કલા અને સંસ્કૃતિના ઘણા ઘટકો દર્શાવે છે, જેમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાના ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડતા 'સૂર્ય શક્તિ', અંતરિક્ષમાં આપણી સિદ્ધિઓની ઉજવણી કરતું- 'ઝીરો ટુ ઇસરો', બ્રહ્માંડનાં નિર્માણ ઘટકો પંચ મહાભૂત સામેલ છે. 
 • યુનિવર્સલ ફાઉન્ડેશન આકાશ (Sky), વાયુ (Air), અગ્નિ (Fire), જળ (Water), પૃથ્વી (Earth) ના બિલ્ડીંગ બ્લોક્સનું પ્રતિનિધિત્વ કરે છે.
 • આ ઉપરાંત દેશના વિવિધ પ્રદેશોના વિવિધ ચિત્રો અને આદિવાસી કલાના સ્વરૂપો સંમેલન કેન્દ્રને શણગારવામાં આવ્યા છે.
 • 3,000 વ્યક્તિઓની બેઠક ક્ષમતા સાથેનું ભવ્ય એમ્ફીથિએટર સંયુક્ત રીતે 3 PVR થિયેટર જેટલું છે.
International Exhibition-cum-Convention Centre – ‘Bharat Mandapam’

Post a Comment

Previous Post Next Post