- પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ 'Saurashtra Narmada Extraction Irrigation Scheme (SAUNI)' દ્વારા ગુજરાતના ખેડૂતોને કૃષિ અને સિંચાઈની જરૂરિયાતો માટે દિવસ સમયની વીજળી પૂરી પાડવામાં આવે છે.
- આ યોજનાનો પ્રાથમિક ધ્યેય નર્મદા નદીના કિનારે આવેલા સરદાર સરોવર ડેમમાંથી વધારાના પૂરના પાણીને વાળવાનો અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં 115 મોટા ડેમને રિફિલ કરવા માટે તેનો ઉપયોગ કરવાનો છે.
- આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષમાં 1203 કિલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવી છે.
- આ સાથે 95 જળાશયો, 146 ગામના તળાવો અને 927 ચેકડેમોમાં કુલ 71206 મિલિયન ઘનફૂટ પાણી ઉપલબ્ધ થયું છે. જેનાથી આશરે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે. જેના કારણે અંદાજે 80 લાખની વસ્તીને પીવા માટે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.
- સૌની એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાએ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવનદાયી પ્રોજેક્ટ છે.
- આ યોજના અંતર્ગત નર્મદા નદીમાં આવતા વધારાના 10 લાખ એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત 11 જિલ્લાઓમાં 115 હાલના જળાશયોમાં ભરવાનું આયોજન છે.
- આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં 970 થી વધુ ગામોને 8,24,872 એકર જમીનની સિંચાઈ અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદાના પાણીની સુવિધા મળશે.
- ઉલ્લેખનીય છે કે રૂ. 18,563 કરોડના ખર્ચે બનેલ સૌની પ્રોજેકટનું 95% કામ પૂર્ણ થઈ ગયું છે.