- તેઓએ રાજીનામા સાથે પોતાની સત્તા તેમના મોટા પુત્ર હુન માનેટને સોંપવાની જાહેરાત કરી છે. જેઓ તાજેતરમાં યોજાયેલી સાંસદની ચૂંટણીમાં પહેલીવાર જીત્યા છે.
- તેઓની જાહેરાત મુજબ રાષ્ટ્રીય ચૂંટણી પંચ ચૂંટણીના અંતિમ પરિણામોની જાણ કરે તે પછી તેમના પુત્રને વડા પ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવશે.
- તેઓની Cambodian People’s Party (CPP) એ ચૂંટણીમાં 125માંથી 120 બેઠકો જીતી હતી.
- તેઓ 38 વર્ષથી કંબોડિયાના નેતા તેમજ એશિયાના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેનાર નેતા છે.
- 45 વર્ષીય હુન માનેટ હાલમાં દેશની સેનાના વડા છે.
- આ જાહેરાત અગાઉ વડાપ્રધાન દ્વારા કંબોડિયાના રાજા નોરોદોમ સિહામોનીને જાણ કરવામાં આવી હતી અને રાજા ઔપચારિકતા તરીકે સંમત થયા હતા.
- હુન સેન વિયેતનામ છોડતા પહેલા 1970માં નરસંહાર માટે જવાબદાર કટ્ટરપંથી સામ્યવાદી ખ્મેર રૂજમાં મધ્ય-ક્રમના કમાન્ડર હતા.