- રિઝર્વ બેંક દ્વારા સ્થાનિક ચલણને પ્રોત્સાહન આપવા માટે દેશમાં કાર્યરત 20 બેંકોને 22 દેશોની Special Rupee Vostro Accounts (SRVA) ખોલવાની મંજૂરી આપવામાં આવી.
- RBI દ્વારા ભારતની 20 બેંકોને બાંગ્લાદેશ, બેલારુસ, બોત્સ્વાના, ફિજી, જર્મની, ગુયાના અને ઇઝરાયેલ, કઝાકિસ્તાન, કેન્યા, મલેશિયા, માલદીવ્સ, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, ઓમાન, રશિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, તાંઝાનિયા, યુગાન્ડા અને યુનાઇટેડ કિંગડમ સહિત 22 દેશોની ભાગીદાર બેંકોના વોસ્ટ્રો ખાતા ખોલવાની પરવાનગી આપવામાં આવી.
- ઉલ્લેખનીય છે કે 15 જુલાઈના રોજ ભારતીય રિઝર્વ બેંક (RBI) અને UAEની સેન્ટ્રલ બેંક વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- 'Vostro' લેટિન શબ્દ 'વોસ્ટર' પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ 'તમારું' થાય છે એટલે કે તે ભારતમાં રાખેલ વિદેશી બેંકનું ખાતું દર્શાવે છે. વોસ્ટ્રો એકાઉન્ટએ એક એવુ ખાતું છે જે સ્થાનિક બેંકો દ્વારા અન્ય દેશમાં વિદેશી બેંક તરીકે દર્શાવવામાં આવે છે જેમાં માત્ર સ્થાનિક બેંકનું ચલણ હોય છે.
- સ્થાનિક બેંકો દ્વારા તેનો ઉપયોગ તેમના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે કરવામાં આવે છે.
- 'વોસ્ટ્રો' એ એક પ્રકારની કોરસપોન્ડન્ટ બેન્કિંગની એક અલગ શાખા છે જેમાં બેંક (અથવા મધ્યસ્થી)નો સમાવેશ થાય છે જે વ્યવસાયિક વ્યવહારો કરે છે, બચત રાખે છે અને અન્ય બેંક વતી દસ્તાવેજો એકત્રિત કરે છે અને જેનાથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકો વિદેશમાં રહીને પણ સરળતાથી રૂપિયામાં વેપાર કરી શકે છે.