- તાઈવાન દ્વારા ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા મુંબઈમાં નવીનતમ તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર (TECC) સ્થપાવામાં આવશે.
- ભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો ના હોવાથી તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર (TECC) શબ્દનો ઉપયોગ તાઈવાનના ડી ફેક્ટો ડિપ્લોમેટિક મિશન માટે કરવામાં આવે છે.
- તાઇવાનના પ્રથમ પ્રતિનિધિ કાર્યાલયની સ્થાપના 1995માં નવી દિલ્હીમાં અને બીજા TECCની સ્થાપના ડિસેમ્બર 2012માં ચેન્નાઈમાં કરવામાં આવી હતી.
- ઉપરાંત ભારતની તાઈપેઈમાં ઈન્ડિયા-તાઈપેઈ એસોસિએશન (ITA) ઓફિસ પણ છે.
- ડી ફેક્ટો રાજદ્વારી મિશન તરીકે કાર્ય કરે છે, જે વેપાર અને રોકાણ, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યટનમાં સહકારને પ્રોત્સાહન આપવા અને સુવિધા આપવા માટે જવાબદાર છે.